બદલાયેલો મોબાઈલ નંબર આધાર સાથે લીંક કરવા માટે માત્ર આટલું જ કરો, જાણો પ્રક્રિયા
જો તમારો આધાર કાર્ડ લીંક થયેલ મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. તમારા બીજા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ કેવી રીતે લીંક કરવું તેની પણ ખાસ પ્રોસેસ હોય છે.
નવી દિલ્લીઃ જો તમારો આધાર કાર્ડ લીંક થયેલ મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. તમારા બીજા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ કેવી રીતે લીંક કરવું તેની પણ ખાસ પ્રોસેસ હોય છે. આ જાણકારી તમને ખુબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. જેથી અમે તમારા માટે ખાસ આ પ્રકારના આર્ટિકલ થકી ઉપયોગી માહિતી આપતા રહીએ છીએ.
રજિસ્ટ્રેશન ખૂબ જ જરૂરીઃ
આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી વસ્તુ છે. દરેક પ્રકારના સરકારી કામમાં આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. જેના માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવું જરૂરી છે. કોઈ પણ નાણાંકિય વ્યવહાર માટે વેરિફિકેશન માટે તમારા નંબર પર જ OTP નંબર આવતો હોય છે. જેના માટે તમારો મોબાઈલ નંબર UIDAIની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
કેવી રીતે બદલશો આધાર સાથે જોડાયેલો નંબરઃ
mAadhaar એપ ઈન્ટોલ કરવા માટે પણ પહેલાં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે. પરંતુ તમારો રજિસ્ટ્રેશન નંબર બદલાઈ ગયો હોય તો મુશ્કેલી પડી શકે છે. નંબર બદલાઈ ગયો હશે તો વેરિફિકેશન માટે OTP તમારી પાસે નહીં આવે. ત્યારે આધાર સાથે લીંક મોબાઈલ નંબર બદલી લેવું તમારા માટે હિતાવહ છે. તમે બદલેલો મોબાઈલ નંબર આધાર સાથે વહેલી તકે લીંક કરી લો.
રજિસ્ટ્રેશન સેન્ટરથી મળશે માહિતીઃ
આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય કે પછી ખોવાઈ ગયો હોય. આવી સ્થિતિ બીજો નંબર લીંક કરવાનો ખુબ જ જરૂરી છે. જેથી નવા નંબર સાથે આધારને જોડવા માટે તમારે આધાર રજિસ્ટ્રેશન સેન્ટર પર જઈને માહિતી મેળવવી પડશે.
આવી રીતે નવો નંબર કરો અપડેટઃ
1. સૌ પ્રથમ તમે આધાર રજિસ્ટ્રેશન સેન્ટર પર જાઓ
2. અહીં તમને ફોન નંબર લીંક કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે
3. આ ફોર્મને 'આધાર કરેક્શન ફોર્મ' કહેવામાં આવે છે. તેમાં તમારી સાચી માહિતી ભરો
4. હવે ભરેલું ફોર્મ 25 રૂપિયાની ફી સાથે સબમીટ કરાવી દો
5. આ પછી તમે અપડેટ રિક્વેસ્ટ નંબર સ્લિપ ભરો. આ રિક્વેસ્ટ નંબર વડે તમે ચેક કરી શકો છો કે નવો ફોન નંબર તમારા આધાર સાથે લીંક છે કે નહીં
6. ત્રણ મહિનામાં તમારું આધાર નવા મોબાઈલ નંબર સાથે લીંક થઈ જશે. જ્યારે તમારો આધાર નવા મોબાઈલ નંબર સાથે લીંક થતા તેમાં OTP આવશે.
7. OTP નો ઉપયોગ કરીને તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
8. તમે UIDAIના ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને પણ નવા મોબાઈલ નંબરને આધાર સાથે લીંક કરવાની સ્થિતિ જાણી શકો છો.